ભાજપ શાસિત હિંમતનગર નગરપાલિકા દ્વારા ગઈ કાલે કેનાલ ફ્રન્ટ ફેઝ-૨ ના વિકાસ ના નામે આશરે ૭૦ પરિવારો ને બેઘર કરી નાખવામાં આવ્યા છે છેલ્લા ૬૦ વર્ષો થી તેઓ અહીંયા કાચા ઝુપડા બાંધી વસવાટ કરી રહ્યા હતા.
આજરોજ વિજયનગર ખેડબ્રહ્મા ના ધારાસભ્ય શ્રી ડો. તુષાર ભાઈ ચોધરી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખશ્રી અશોક ભાઈ પટેલ તેમજ તમામ કોંગ્રેસ પક્ષ ના આગેવાનો સાથે સ્થળ મુલાકાત લીધેલ અને ત્યાના નાગરિકો ની રજૂઆત સાંભળેલ ધારાસભ્ય શ્રી દ્વારા ચીફ ઓફિસરશ્રી હિંમતનગર સાથે ટેલિફોનિક વાત કરી જેમના ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા છે તેમના માટે હાલ વેકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ કાયમી વસવાટ માટે જગ્યાઓ ફાળવવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા હાલ પીવાના પાણી ની સગવડ પણ કરી આપવા જણાવેલ જેને પરિપૂર્ણ કરવા ચીફ ઓફિસરશ્રી એ જણાવેલ…. તેમજ આ બાબતે કલેકટરશ્રી સાબરકાંઠા ને પણ આવતી કાલે રૂબરૂ મળી રજૂઆત કરવા જણાવેલ હતુ.
કેનાલ ફ્રન્ટ ફેઝ-૨ ભારતીય જનતા પાર્ટી ના હાલ ના ઉપ પ્રમુખશ્રી નો વિસ્તાર માં આવે છે હિંમતનગર ના ધારાસભ્ય શ્રી તેમજ નગરપાલિકા ના પદાધિકારીઓ ગરીબો ની શું સ્થિતિ છે તે જોવા માટે કે વેકલ્પિક વ્યવસ્થા માટે સ્થળ ની મુલાકાત લીધેલ નથી.સ્થળ ઉપર માનવી ની મૂળભૂત જરૂરિયાત તેવી પીવાના પાણી ની લાઈનો પણ કાપી નાખવામાં આવેલ મહિલાઓ નાના બાળકો શિયાળા ની ઠંડી માં ખુલ્લા આકાશ નીચે રહેવા રાત્રી ગુજારવા મજબૂર છે. સત્તા ના મદ માં શાસકપક્ષ માનવતા પણ ગુમાવી ચૂક્યા છે. ગરીબો ની લાચારી મજબૂરી પણ દેખાતી નથી ભોલેશ્વર વિસ્તાર માં ૨૦૦૬ માં સાબરકાંઠા જિલ્લા ક્લેક્ટરશ્રી દ્વારા ફાળવેલ જગ્યાઓ ઉપર
સાફસફાઈ કરી લાઇટ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપી ત્યાં તેમને શિફ્ટ કરાય અને જ્યાં પણ યોગ્ય જગ્યા આપી શકાય ત્યાં કાયમી જગ્યાઓ અપાય તેવી અમો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વિપક્ષ ની માંગણી /રજુઆત છે .
રિપોર્ટ – સંજય ગાંધી