Friday, January 10, 2025

હિંમતનગર શહેરમાં ડૉ .નલિન કાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

હિંમતનગર શહેરમાં ડૉ .નલિન કાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

 

માનનીય ડીઆઈજી સર તેમજ પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા હિંમતનગરનાઓની સૂચના મુજબ આજરોજ તારીખ ૨૭/૧૧/૨૦૨૪ ના કલાક ૧૦/૩૦ થી ૧૨/૪૫ દરમિયાન સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડો. નલિકાંત ગાંધી ટાઉનહોલ ખાતે હિંમતનગર શહેરનો મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ લાવવા સારું એક મહિલા સેમિનાર યોજવામાં આવેલ હતો. જે મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી રીમાબા ઝાલા તેમજ જિલ્લાના એસ.ઓ.જી, સાયબર પોલીસ સ્ટેશન, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન, હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન, હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આરપીઆઇ શ્રી ની કચેરી, જિલ્લા ટ્રાફિક ના અધિકારીઓ શ્રી તેમજ હિંમતનગર શહેરની મહિલા સુરક્ષા સમિતિના સભ્યો તથા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ત્રિવેણી વિદ્યાલય, હિંમત હાઈસ્કૂલ તેમજ વિદ્યાનગરી કોલેજ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની ઉમા વિદ્યાલય,આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મોતીપુરા તથા મેડિકલ કોલેજ તેમજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારના મહિલા કોલેજ તેમજ સેન્ટ ઝેવિયર્સ ની મળી કુલ ૭૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ આ સ્કૂલ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ઓ હાજર રહેલ હતા. જે મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી સાહેબ શ્રીનાઓ દ્વારા વિશાખા ગાઈડ લાઈન તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી તેમજ મહિલાઓને લગતા નવા કાયદાઓની માહિતી તેમજ સાયબર તથા જિલ્લા ટ્રાફિકનાઅધિકારીશ્રીઓ મારફતે તેમજ સાયબર ને લગતા ફ્રોડ તેમજ ડિજિટલ એરેસ્ટ વિડીયો ફ્રોડ તથા પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી તેમજ નવા કાયદાઓની અમલવાડીની જાણકારી તેમજ ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી તેમજ સરકાર શ્રી તરફથી નવા કાયદાઓ અમલમાં આવેલ હોય જે નવા કાયદાઓની પણ માહિતી આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો ગુડ ટચ બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી. ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી અપાઈ. અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયા રૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સહિતા અધિનિયમ-૨૦૨૩ તથા નાગરિક સુરક્ષા સહિતા અધિનિયમ-૨૦૨૩ તથા ભારતીય સાક્ષી અધિનિયમ-૨૦૨૩ની રજૂઆત પણ કરાઈ હતી આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે ત્યારે અંગ્રેજોના સમયમાં મોબાઇલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહીવત હતા ત્યારે પાયારૂપ ફેરફારને પણ વિગતવાર માહિતી અપાઈ હતી તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસની સી ટીમની કામગીરી તેમજ અભયમ હેલ્પલાઇન ૧૮૧ ની કામગીરી તેમજ સાયબર ફ્રોડમાં ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતની પણ આ વિદ્યાર્થીનેઓને માહિતગાર કરવામાં આવેલ હતા જેના પગલે હાજર રહેલ વિદ્યાર્થીઓ થી લઈ મહિલાઓને વ્યાપક જાણકારી સહિત કાયદાની સમજ પ્રાપ્ત થઈ હતી.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores