Saturday, April 5, 2025

કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા માટે અલગ અલગ કેટેગરીમાં ૨૦ ડીસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા માટે અલગ અલગ કેટેગરીમાં ૨૦ ડીસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

 

સંજય ગાંધી તાપી તા.૨૯

 

ગુજરાત સરકારનાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર તાપીની રાહબરી હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તાપી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં તા.૨૦/૧૨/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકાશે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરુ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી જિલ્લા કક્ષએથી શરુ થતી ૦૯ કૃતિ જેમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને સીધી રાજ્યકક્ષાએથી શરુ થતી કુલ ૦૭ સ્પર્ધાઓ જેમાં પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયા પાવા, રાવણ હથ્થો, વગેરે કૃતિઓ યોજાશે. તાલુકા કક્ષાએથી તાલુકા કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. જેથી જે તે તાલુકાના કલાકારોને પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાનાં કન્વીનરશ્રીઓને પહોચાડવાનું રહેશે. વ્યારા તાલુકાના સ્પર્ધક કલાકારોએ કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે પ્રતિકભાઈ વ્યાસને, સોનગઢ તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ ખાતે આશિષભાઇ ગામીતને, ઉચ્છલ તાલુકાના સ્પર્ધક કલાકારોએ સાર્વજનિક હાઇસ્કુલ ઉચ્છલ ખાતે દિપકભાઈ કેપ્ટનને, નિઝર તાલુકાના સ્પર્ધક કલાકારોએ મોડેલ સ્કુલ નિઝર ખાતે ગુલસિંગભાઈ ચૌધરીને, કુકરમુંડા તાલુકાના સ્પર્ધક કલાકારોએ બી.આર.સી ભવન કુકરમુંડા ખાતે રવિન્દ્રભાઇ ભોઇને, વાલોડ તાલુકાના સ્પર્ધક કલાકારોએ માનવ મંદિર ઉ.બુ. વિદ્યાલય વિરપોર ખાતે સચિન ભાટીયાને તેમજ ડોલવણ તાલુકાના સ્પર્ધક કલાકારોએ વિવિધલક્ષી હાઈસ્કુલ ડોલવણ ખાતે રાજેશભાઈ ચૌધરીને ફોર્મજમાં કરાવવાના રહેશે. જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતાબેન આર. ગામીતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores