તાપી જીલ્લા ના વાઘનેરા ગામની ગામપંચાયતમા ભ્રષ્ટાચારની પરાકાષ્ટા.
સંજય ગાંધી તાપી-: મળતી માહિતી મુજબ તાપી જીલ્લા ના તાપી કિનારે વસેલ ગામ વાઘનેરા જ્યા કુદરતી ખનીજનો અખૂટ ભંડાર આવેલ છે જેમ કે તાપી નદીમાથી નિકળતી ખનીજ રેતી.
વાધનેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી આનંદીબેન વિનોદભાઈ ચૌધરી જે છેલ્લા પંદર વર્ષ થી ગામનુ શુકાન સરપંચ તરીકે સંભાળી રહ્યા છે મહિલા સરપંચ હોવા છતા એમના પતિ સરપંચ તરીકે ની કામગીરી બજાવે છે ગામ વિકાસ માટે કાર્ય જેવા કે રોડ, રસ્તા, તળાવ,પાણી વગેરે ની ગ્રાન્ટ મંજૂર થયા છતા એક પણ કામ પરીપુર્ણ થયેલ નથી આજ બધી કામગીરીના સરકારી બીલોના હિસાબ લગાવીયે અને જો યોગ્ય તપાસ કરવામા આવે તો કર઼ોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ છે ગામ લોકોના વિરોધ હોવા છતા ગામ લોકો સાથે ઝગડા કરીને જાનથી મારી નાખવાની ધમકી સરપંચ પક્ષ તરફથી લોકોને મળી રહેલ છે.