Thursday, December 26, 2024

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સોનગઢ ખાતે વય વંદના નોંધણી કેમ્પ યોજાયો.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સોનગઢ ખાતે વય વંદના નોંધણી કેમ્પ યોજાયો.

 

માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી લઈ અંતિમ સંસ્કાર સુધીની જવાબદારી દેશના વડાપ્રધાને લીધી છે.

 

સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પ્રકિયા, આયુષ્યમાન કાર્ડ અને ૭૦થી વધુ વયના નાગરિકોને વય વંદના કાર્ડ નોંધણીમાં તાપી જિલ્લો અગ્રેસર-: રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

 

 

રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના હસ્તે ૭૦ વર્ષથી વધુ વયના લાભાર્થીઓને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ એનાયત.

 

સંજય ગાંધી તાપી તા.૨૯

 

આજ રોજ તાપી જિલ્લાના સોનગઢ સાયન્સ કોલેજ ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેન્ટ ચેન્જ,જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત વય વંદના નોંધણી કેમ્પ યોજાયો હતો.

અધ્યક્ષ સ્થાનેથી રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેંદ્રભાઇ મોદીજીએ જ્યારથી શાસન સંભાળ્યુ ત્યારથી દેશના દરિદ્રનારાયણની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. મોદીજીએ ગરીબોની ચિંતા કરી અનેક વિધ યોજનાઓ અમલ મુકી છે. ભારત દેશના તમામ નાગરિકોનું કલ્યાણ કરવાનું કાર્ય દેશના વડાપ્રધાને કર્યું છે. આજે બાળકના જન્મથી લઈ અંતિમ સંસ્કાર સુધીની નાગરીકોની જવાબદારી આ દેશના વડાપ્રધાને લીધી છે.

 

દેશના તમામ વર્ગના નાગરીકોના આરોગ્યની ચિંતા કરી આયુષ્યમાન કાર્ડ યોજના અમલ મુકી છે સમગ્ર ભારત દેશના નાગરિકોને પાંચ લાખ સુધીની સહાય આપી આરોગ્ય માટે અન્ય પાસે હાથ લંબાવા કે દેવુ કરવા માંથી મુક્તી આપી છે. આજે દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને વગર પુરાવાએ આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ આપવામાં આવી રહ્યો છે.

 

વધુમાં મંત્રીશ્રીએ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતૂં કે કોરોના જેવી મહામારીમાં પોતાના પરિવારની ચિંતા કર્યા વિના તેઓને તમારી સેવા કરી છે. સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન પ્રકિયા હોય કે આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં કે પછી ૭૦ વર્ષ અને તેથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડની વાત હોય- આ તમામ કેટેગરીમાં આજે આપણો જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ રહ્યો છે. ત્યારે સૌ નાગરિકોને આયુષ્યમા ભારત અને વય વંદના કાર્ડ બનાવી લેવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

 

ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામીતે જણાવ્યું હતું કે તાપી જિલ્લાના આરોગ્ય વિભાગની તમામ પ્રકારની કામગીરી ખુબજ સુંદર રહી છે. ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકો માટે આજે આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડ કઢાવવા માટે કેમ્પ યોજવામાં આવ્યો છે ત્યારે સૌ નાગરિકોને વય વંદના કાર્ડ કઢાવી લેવા અપિલ કરી હતી.

 

સોનગઢ ખાતે યોજાયલા કેમ્પમાં રાજ્ય મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોને આયુષ્યમાન ભારત વય વંદના કાર્ડનો લાભ એનાયત કરાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, નિઝર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડો. જયરામભાઇ ગામિત, જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, જિલ્લા મુખ્ય આયોગ્ય અધિકારીશ્રી અનિલ વસાવા સહિત સંગઠનના હોદ્દેદારો, સોનગઢ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, અન્ય અધિકારી, કર્મચારીઓ અને આરોગ્ય વિભાગની ટીમ સહિત વરિષ્ઠ નાગરીકો મોટી સખ્યામાં ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores