ઇડર તાલુકાના રેવાસ ગામ ખાતે બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ – સાબરકાંઠા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા ના સંયુક્ત ઉપક્રમે ઇડર તાલુકાના રેવાસ ગામ ખાતે બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી,સાબરકાંઠા તથા સ્ટાફગણ , ગામના સરપંચ, ડે. સરપંચ,પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડીકાર્યકરો તેમજ અલગ- અલગ ગામના સમાજના આગેવાનો, મહિલાઓ તથા બાળકો એ હાજરી આપેલ જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એસ. પાંડોર – સાબરકાંઠા દ્વારા પ્રસંગના અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના પ્રોટેકશન ઓફિસર મુકેશભાઈ સોલંકી દ્વારા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોના અધિકારો, યોજનાઓ અને બાળકોના કાયદાઓ વિશે વિગતવાર સમજ આપવામાં આવેલ જયારે જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા સામાજિક કાર્યકર કનુભાઈ પટેલ દ્વારા બાળલગ્નથી થતી માઠી અસરો અને બાળલગ્ન મુક્ત વડાલી તાલુકો બને તે હેતુસર શપથ લેવડાવ્યા હતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ – સાબરકાંઠા કર્મચારી દ્વારા મહિલાઓના સામે થતા ગુન્હા સામે રક્ષણ આપતા કાયદાઓ અને મહિલાઓ ની કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપી
આ કાર્યકમ ને સફળ બનાવવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા શીતલબેન પરમાર અને નિકુંજભાઈ રબારી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં આજુબાજુ વિવિધ ગામોના મોટી સંખ્યા લોકોએ હાજરી આપેલ તેમજ
કાર્યક્રમના અંતમાં ગામના સરપંચશ્રી દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891