તાપી માં ડીઝીટલ જુગાર થી બર્બાદ થઈ રહ્યા છે યુવાનો આ યંત્ર નામના જુગાર પર લગામ ક્યારે?
વ્યારાના મોહંમદ અલી અને શિવરાજ (નામ બદલેલ છે) રોજ કમાઈ રોજ ખાનાર યુવાન છે. જે ગામડે ગામડે જઈ પોતાનું ગુજરાન ચલાવી રાજીખુશીથી જીવન જીવતા હતા.પરંતુ લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત સાચી ઠરી અને એક મિત્ર ના કહેવાથી રાતોરાત પૈસા કમાવાની લાલચ થી યંત્ર નામના જુગાર ની લતે ચઢ્યા. રોજ શેઠ જે મુડી ધંધા માટે આપે એ મુડી આ બન્ને યુવાન અને યંત્ર નામના જુગાર સાથે સંકળાયા શરુઆત માં મસમોટા યંત્ર ની કુપન (આંકડાં) જીતી ને લોન,હપ્તા,અને વ્યાજ ભરી ને ખુશ થતાં હતાં પરંતુ ત્યારબાદ આજ HS ONLINE અને PATEL AGENCY યંત્ર ના સોફટવેર દ્વારા એજ બન્ને મિત્રો બરબાદ થઈ ગયા.અત્રે ઉલ્લેખનીય છે કે શરુઆત માં ખુબ સારું લાગ્યું પરંતુ આજે બમણી લોન ભરતાં થઈ ગયા રોજે રોજ ઘરમાં કંકાસ,ઝગડા,લોકો સાથે પૈસા માટે મગજમારી થઈ રહી છે આ જ યુવાન દ્વારા દિવસભર ટેન્શન અને માનસિક બીમારી માં ફરી રહ્યા છે.આ યંત્ર નામનો જુગાર કોણ ચલાવી રહ્યું છે કોની રહેમનજર હેઠળ ચાલી રહ્યું છે એ જોતાં ઉંડી તપાસ તંત્ર દ્વારા કરવામાં આવે તો અનેક યુવાનો ના જીવન બરબાદ થતાં અટકે એમ છે.લોક મુખે જાણવા મળતા આ યંત્ર નામનો બરબાદી નો જુગાર HS online અને PATEL AGENCY નામની સોફ્ટવેર કંપની ચલાવી રહી છે અને કંપની ચાલક મુળ સૌરાષ્ટ્ર થી આ કારોબાર કમીશન થી તાપી જીલ્લામાં ચલાવી લોકો ના ખીસ્સા ખંખેરી રહ્યો છે.સરકાર દ્વારા એક બાજુ ઓનલાઇન ગેમ્સ પર પ્રતિબંધ અને કાયદેસર ના પગલાં ભરી રહી છે ત્યારે આ ડીજીટલ જુગાર ચલાવનાર પર કાર્યવાહી ક્યારે થશે.લોક મુખે જાણતા જણાઈ આવેલ છે કે દર મહિને લાખો રૂપિયા ના હપ્તા થી આ બધો કારોબાર ચાલી રહ્યો છે.આ કારોબાર થી એટલી મસમોટી આવક છે થાય છે કે સામાન્ય વ્યક્તિ ને વર્ષો મહેનત કરે છતાં ન મળે.અમારી ટીમ દ્વારા આવનારા સમય માં સત્ય ની સાથે વિડિયો અને ફોટા ના માધ્યમ થી આપને જણાવીશું.
સંજય ગાંધી તાપી