વેંકટેશ અય્યર કે રિંકુ સિંહ નહીં, આ સ્ટાર ખેલાડી બની શકે છે કોલકાતા ટીમનો કેપ્ટન.
રિપોર્ટ સંજય ગાંધી – IPL 2025માં ઘણી ટીમોના કેપ્ટન નવા જોવા મળી શકે છે. તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સમાવેશ પણ થાય છે. આ વખતે કેકેઆર આ સ્ટાર ખેલાડીને જવાબદારી સૌંપી શકે છે. IPLની આગામી સીઝનમાં ઘણી ટીમોની કેપ્ટનશીપમાં મોટા ફેરફારો થશે, જેના માટે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) આગામી સિઝનમાં ભારતના સ્ટાર બેટરને કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે.
કેકેઆર રહાણેને કેપ્ટન બનાવી શકે
એક રિપોર્ટ અનુસાર, કેકેઆરએ અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવી શકે છે. નોંધનીય છે કે, જેદ્દાહમાં યોજાયેલી મેગા ઓક્શનમાં કોલકાતાએ રહાણેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. નોંધનયી છે કે, અગાઉ એવા અહેવાલો પણ સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે KKR આગામી સિઝન માટે ઓલરાઉન્ડર વેંકટેશ ઐયરને ટીમની કમાન સોંપી શકે છે. વેંકટેશને ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શનમાં રૂ. 23.75 કરોડમાં ખરીદ્યો હતો. જો કે, હજુ સુધી રહાણે કે વેંકટેશ અય્યરને કેપ્ટન બનાવવા અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
છેલ્લી બે સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો
રહાણે છેલ્લી બે સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સનો ભાગ હતો. હવે KKRએ તેના પર જુગાર ખેલ્યો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે KKR આ દાવથી કેટલો નફો મેળવવામાં સફળ થાય છે.મુંબઈએ રહાણેને કેપ્ટનશીપથી હટાવી દીધો
રણજી ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળનાર અજિંક્ય રહાણેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે ટીમની કમાન સોંપવામાં આવી ન હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે શ્રેયસ અય્યરને મુંબઈનો કેપ્ટન બનાવ્યો હતો.
અય્યરની કેપ્ટનસીમાં કોલકતાએ ખિતાબ જીત્યો હતો
નોંધનીય બાબત એ છે કે અય્યરની કેપ્ટન્સીમાં કોલકાતાએ ગયા વર્ષે (IPL 2024) આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. હવે KKR એવા ખેલાડીને કેપ્ટન બનાવવાનું વિચારી રહી છે જેને મુંબઈએ T20 ટૂર્નામેન્ટ માટે કેપ્ટન બનાવ્યો ન હતો.