નમ્રતા ગ્રીન ફાઉન્ડેશન રાજકોટ ના સહયોગથી દાહોદ ની ગલાલિયાવાડ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંસ્થા પ્રમુખ.કમલેશભાઈ પાટડીયા ના નેતૃત્વમાં હેઠળ ભગવાન શ્રી મુરલીધર રંગબેરંગી ચિત્રો દોરી ને પોતાની સુષુપ્ત ભગવાન શ્રી કૃષ્ણઓની શક્તિઓ પૈકી એક એવી ચિત્રો દોરી બાળકો વચ્ચે સ્પર્ધા કરાવી મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ભાગ લેનાર વિધાર્થી મિત્રો પૈકી વિજેતા વિદ્યાર્થીઓ ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરનાર કુલ ૫૦ ઉપરાંત કુલ ૮ વિધાર્થીઓ વિજેતા થયા હતા. જેમાં ૧. મકવાણા હર્ષિલ કુમાર હરિલાલ, ૨.ભાભોર રાહુલ અલ્કેશભાઈ. ૩.ચારેલ આયૅન કુમાર રમણભાઈ, ૪.સંગાડા કિશન કુમાર દિનેશભાઈ, ૫.સંગાડા ગોપી કુમાર દિનેશભાઈ, ૬. મછાર ભારતીબેન અરવિંદભાઈ, ૭.ભુરીયા શિવાની બહેન બકુલભાઈ, ૮.રાઠોડ ધુરવ કુમાર અનિલભાઈ ને ઉત્સાહભેર ભાગ લીધો હતો.ભાગ લેનાર બાળકો ને પ્રોત્સાહન આપવા માટે પેન્સિલ કલર બોકસ , ચિત્ર પોથી કલરનો આખો સેટ, ડોમસનો ચિત્રકામ માટેનો સેટ જેવા ઇનામો આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું