Wednesday, December 25, 2024

પંજાબ ના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુખબિર સિંહ બાદલને શોચાલય સાફ કરવા અને વાસણ ધોવાની સજા કરવામાં આવી.

પંજાબ ના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુખબિર સિંહ બાદલને શોચાલય સાફ કરવા અને વાસણ ધોવાની સજા કરવામાં આવી.

 

બ્યુરો રિપોર્ટ સંજય ગાંધી – શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વિરુદ્ધ અકાલ તખ્તે સજા સંભળાવી છે. પંજાબના પૂર્વ ડેપ્યુટી CMએ પાંચ ગુરુ ઘરની બહાર હાથમાં ભાલો લઈને સેવાદારની સેવા આપવી પડશે. જે બાદ લંગરમાં વાસણ ધોવા પડશે તથા શૌચાલય પણ સાફ કરવું પડશે. આટલું જ ગળામાં ‘તનખૈયા’ લખેલી તકતી પહેરીને પણ બેસવું પડશે.

 

બાદલનો વાંક શું હતો?

તેમના પર આરોપ છે કે તેમણે શીખ યુવકો પર અત્યાચાર કરતાં અધિકારીઓને પ્રમોશન આપ્યું. રામ રહીમ વિરુદ્ધ કેસ પરત ખેંચ્યો. પવિત્ર છબીની ચોરીમાં તપાસ ન કરાવી. સંગત પર લાઠીચાર્જ કરાવ્યો.

 

નોંધનીય છે કે શીખ ધર્મમાં ધાર્મિક ગુનેગારને ‘તનખૈયા’ જાહેર કરવામાં આવે. ‘તનખૈયા’ને અકાલ તખ્ત યોગ્ય સજા આપી શકે છે. સજા દરમિયાન જે તે વ્યક્તિએ ગુરુદ્વારા સાહિબઆમ રહેવું પડે છે અને નિયમોનું પાલન કરવું પડે છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores