>
Thursday, May 22, 2025

બહેરીનમાં યોજાયેલી આર્યનમેન સ્પર્ધામાં ભાગ લઈ ફિટનેસ પ્રત્યે જાગૃતતા ફેલાવતા વ્યારાના ડોક્ટર અંકિત ભારતી

બહેરીનમાં યોજાયેલી આર્યનમેન સ્પર્ધામાં ભાગ લઈ ફિટનેસ પ્રત્યે જાગૃતતા ફેલાવતા વ્યારાના ડોક્ટર અંકિત ભારતી

 

સંજય ગાંધી, તાપી,તા:૦૩

વ્યારા શહેરના સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર અંકિત ભારતી ફક્ત સ્કીનના ડોક્ટર જ નથી, એ ફિટનેસના પણ ડોક્ટર બની ગયા છે. ૨૯ ડિસે.ના રોજ બહેરીન દેશમાં આયર્નમેન મીડલ ઈસ્ટ ચેમ્પીયનશીપ યોજાઈ હતી. તેમાં ડો.અંકિત એકધારુ સ્વીમીંગ, સાયકલીંગ અને રનીંગ કરીને આયર્નમેન નામની ખુબ જ કઠીન ગણાતી આ સ્પર્ધા ૬ કલાક અને ૨૯ મીનીટમાં પૂર્ણ કરી હતી. તેઓ ૨૫ વર્ષથી એથ્લેટિકની પ્રેક્ટીસ કરે છે પણ ૨૦૨૧મા તેમને ખ્યાલ આવ્યો કે માનવ જાત અને ખાસ કરીને આદિવાસીઓ ભૂતકાળમાં ખુબ દોડતા અને તરતા. આપણું શરીર આ બધુ કરવા માટે સક્ષમ છે, પહેલાના લોકો શિકારની શોધ કરવા માટે દોડતા અને મહેનત કરતા જયારે આપણે હવે શરીર તંદુરસ્ત રાખવા માટે દોડવું જોઈએ. આ વિચાર તેમણે આત્મસાત કરી લીધો અને ૨૦૨૧ માં જ તેઓ ૧૦૦કિમિની દોડ ૧૩કલાક ૪૫ મિનીટમાં પૂર્ણ કરી હતી. ત્યારબાદ ૨૦૨૪માં તેઓ આયર્નમેનમાં ભાગ લઈ શક્યા. તેઓ કહે છે કે ૨૯ ડિસે. બહેરીનમાં રન પૂર્ણ કરીને તેઓ વ્યારા આવી ગયા. અને સોમવારે તા.૩ ડિસે.ના રોજ તેમણે પોતાની હોસ્પિટલ પણ શરુ કરી દીધી. તેઓ ફિટનેસને ખુબ મહત્વ આપે છે અને લોકોને સલાહ આપે છે કે સૌએ સવારે વહેલા ઉઠીને એકસરસાઈઝ કરવા અને રાત્રે વહેલા સુવા માટે સલાહ આપે છે જેનાથી રાત્રે આપણા કેટલાક ઓર્ગન્સ રીપેર થતા હોય છે. ડો.અંકિતના ફિટનેસના ક્રેઝ પોતાના પુરતો સીમિત નથી, તેમણે તેમની ૬ વર્ષની પુત્રીને પણ ૫૦ મીટરની દોડમાં બહેરીન મુકામે જ પૂર્ણ કરી અને તે પણ કોન્સોલેશન પ્રાઈઝ લઈને આવી.

આલેખન: મનીષ એન બ્રહ્મભટ્ટ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores