BZ ગૃપ ટીમ પર સી.આઈ.ડી ક્રાઈમના દરોડા ને લઈ ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને.
સંજય ગાંધી – સા.કા ૩/૧૨ સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ ના યુવાનો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા ના સમર્થન માં સોશિયલ મિડિયા માં મેસેજ વિડિયો વાયરલ થતાં જોવા મળ્યા હતાં.છેલ્લા ચાર – પાંચ દિવસથી BZ ગૃપની અલગ અલગ ઓફિસો તેમજ શૈક્ષણિક સંસ્થા અને ભુપેન્દ્રસિંહ ઝાલા ને ત્યાં સી.આઈ.ડી ક્રાઈમની તપાસને પગલે સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ માં રોષ દેખાય રહ્યો છે.સાબરકાંઠા અને અરવલ્લી સમાજ ના આગેવાનો એ કલેકટર શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું.એ પછી વિવિધ જગ્યાએ મેદાનમાં આવ્યા છે.સોશિયલ મિડીયા માં વાયરલ થયેલી પોસ્ટ ના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજકારણ માં વધુ આગળ વધી રહ્યા હતા એ મોટા ગજ ના નેતાઓને પસંદ ન હોઈ અને ખાસ સમાજ ના ધંધામાં આગળ ન આવે એ હેતુથી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ કાવતરું રચ્યું છે.