Saturday, April 5, 2025

આજથી ખેલ મહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ

આજથી ખેલ મહાકુંભ ૩.૦ ની વિવિધ સ્પર્ધાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરુ.

 

ખેલ મહાકુંભ ૩.૦માં ભાગ લેવા ઇચ્છુક તાપી જિલ્લાના રમતવીરો ૨૫મી ડીસેમ્બર સુધી https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

 

૯ થી ૬૦ વર્ષ સુધીના વયજુથના ખેલાડીઓ વિવિધ સ્પર્ધાઓમા ભાગ લઈ પોતાનામાં રહેલ ખેલ પ્રત્યેતની પ્રતિભા દાખવી શકશે

 

સંજય ગાંધી તાપી તા.૦૪ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજયકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન કરવામાં આવનાર છે.

 

ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત શાળાકક્ષાએ અં-૯, અં-૧૧, અં-૧૪, અં-૧૭ વયજૂથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સ રમતમાં વ્યારા શહેર અને તાપી જિલ્લાની તમામ શાળાઓએ ફરજીયાત ભાગ લેવાનો રહેશે. ખેલ મહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૫/૧૨/૨૦૨૪ થી શરૂ કરવામાં આવનાર છે. રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સુધીની રહેશે.

 

ખેલ મહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ફરજીયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.પ્રત્યેક ખેલાડી મહત્તમ ૨ (બે) રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે રમત કરતા વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ ગ્રુપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે. કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે. અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત વિકાસ અધિકારી, બ્લોક નં.૫ જિલ્લા સેવા સદન, વ્યારા ખાતેથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.

 

નોધનિય છે કે, આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની વય મર્યાદાની કટઓફ ડેટ તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ છે. જે કક્ષાએથી સ્પર્ધા શરુ થાય ત્યાં ટીમ રમતમાં માત્ર એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ અને આચાર્ય અને શાળાનો કોડ નંબર એક હોવો જોઈએ અને બોનાફાઈડ વિદ્યાર્થીઓ હોવા જોઈએ.

 

રજિસ્ટ્રેશન કરતી વખતે જન્મ તારીખ સાચી દર્શાવી જો ખોટી જન્મ તારીખ હોવા અંગેની જાણ થશે તો સ્પર્ધક ૩ વર્ષ સુધી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી. એક જિલ્લામાંથી બે જ રમતમાં ભાગ લઈ શકાશે. ખેલાડી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઇએ અથવા ગુજરાત રાજ્યમાં બે વર્ષથી અભ્યાસ, નોકરી અથવા વ્યવસાયથી નિવાસ કરતો હોવો જોઇએ જેના આધાર પ્રમાણપત્ર રજૂ કરવા. શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી તાલુકા અને જિલ્લામાંથી ભાગ લઈ શકશે. સ્પર્ધા દરમિયાન આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, બોનાફાઇડ અને બેંકની પાસબુકની નકલ સાથે રાખવાની રહશે તેમ તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores