હિન્દુ સંગઠનોમાં આક્રોશ: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ને લઈને બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનોની કલેકટરને રજૂઆત કરી બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને હિન્દુ સમાજ લાલધુમ જોવા મળી રહ્યો છે. હિન્દુ સમાજના વિવિધ સંગઠનો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે સૂત્રો ચાર સાથે આવી પહોંચ્યા હતા. અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠ્યું હતું.