Friday, April 4, 2025

ખ્યાતિકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા; અત્યારસુધીમાં થયા 112 લોકોના મોત.

ખ્યાતિકાંડ મામલે ચોંકાવનારા ખુલાસા; અત્યારસુધીમાં થયા 112 લોકોના મોત.

 

સંજય ગાંધી દ્વારા – અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી અને ડિરેક્ટર ડૉ. સંજ્ય પટોળીયાની ધરપકડ કરી હતી. જેને ગઈકાલે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટ તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેની પોલીસ પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે.અત્યાર સુધીમાં 112 દર્દીના મોત નિપજ્યા છે,

ખ્યાતિકાંડના આરોપી ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 112 દર્દીના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. તે ઉપરાંત છેલ્લા ત્રણ વર્ષમાં હોસ્પિટલમાં 8534 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી, જેમાંથી 3842 દર્દીઓએ PMJAY યોજના હેઠળ સારવાર કરાવી હતી. આ દર્દીઓના નામે સરકાર પાસેથી નાણા પડાવવાની લાલચમાં અલગ-અલગ રીતે નાગરિકોની ખોટી સારવાર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે અંતર્ગત સરકાર પાસેથી લગભગ 1.50 કરોડ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે.ઓડિટમાં ગોટાળો કરી લીધો આર્થિક લાભ મેળવતો ડો.સંજય પટોળીયાની પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે. આરોપીએ ખ્યાતિકાંડમાં અનેક મોતની સર્જરી કરવામાં આવી હોવાનું પણ કહ્યું છે. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરીને તેમણે નાણાકીય ગરબડ કરીને આર્થિક લાભો મેળવ્યા હતા. ઓડિટ રિપોર્ટમાં તેમણે 1.50 કરોડની ખોટ દર્શાવીને રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભ મેળવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં 8,534 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી, જે માંથી 3,842 દર્દીઓએ PMJAY યોજના અંતર્ગત સારવાર કરાવી હતી.ગેરલાભ લેનારા લોકોની પણ તપાસ થશે જેમાં અત્યાર સુધીમાં ખ્યાતિ હોસ્પિટલમાં 112 દર્દીઓના મોત થયા હોવાનો ખુલાસો થયો છે. આ મામલે હોસ્પિટલની તપાસ માટે એક્સપર્ટની સલાહ લેવામાં આવશે. PMJAYમાં ટેન્ડર પ્રક્રિયા હેઠળ વીમા કંપની નક્કી થાય છે અને આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમાની પ્રક્રિયા કરતી હતી. PMJAY અને બજાજ વીમાના કર્મચારીઓની સામે પણ તપાસ ચાલી રહી છે. આ સરકારની આ યોજનાનો ગેરલાભ લેનારા લોકોની પણ તપાસ કરવામાં આવશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores