ખેડબ્રહ્મા તાલુકાના રાધિવાડ ગામ ખાતે બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ – સાબરકાંઠા અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠા ના સંયુક્ત ઉપક્રમે ખેડબ્રહ્મા તાલુકાના રાધિવાડ ગામ ખાતે બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના જિલ્લા બાળ
સુરક્ષા અધિકારીશ્રી,સાબરકાંઠા તથા સ્ટાફગણ , ગામના સરપંચ, ડે. સરપંચ,પ્રાથમિક શાળાના આચાર્ય, આંગણવાડીકાર્યકરો તેમજ અલગ- અલગ ગામના સમાજના આગેવાનો, મહિલાઓ તથા બાળકો એ હાજરી આપેલ જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.એસ. પાંડોર – સાબરકાંઠા દ્વારા પ્રસંગના અનુરૂપ પ્રવચન કરવામાં આવેલ અને આવેલ લોકોના પ્રશ્નોનું નિરાકરણ માટે યોગ્ય માર્ગદર્શન પણ આપેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના પ્રોટેકશન ઓફિસર મુકેશભાઈ સોલંકી દ્વારા મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકોના અધિકારો, યોજનાઓ અને બાળકોના કાયદાઓ વિશે વિગતવાર સમજ આપવામા આવી હતી તેમજ બાળલગ્નથી થતી માઠી અસરો અને બાળલગ્ન મુક્ત ખેડબ્રહ્મા તાલુકો બને તે અંગે શપથ લેવડાવવામાં આવેલ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી – સાબરકાંઠાના સહાયક જયપાલસિંહ જેતાવત દ્વારા દિવ્યાગ લાભાર્થીઓની કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપેલ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના શીતલબેન પરમાર અને સમાજ સુરક્ષા કચેરીના સહાયક રાજુભાઈ પરમાર દ્વારા કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં આજુબાજુ ગામોના મોટી સંખ્યા માં લોકોએ હાજરી આપી
કાર્યકમના અંતમાં બાળ સુરક્ષા એકમ – સાબરકાંઠાના નિકુંજભાઈ રબારી દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો
પત્રકાર વિશા ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891