પોલિયો નાબૂદી અભિયાનનાં પહેલાં જ દિવસે જિલ્લામાં ૯૩.૪૭% લક્ષ્યાંક હાંસલ થયો.
8 થી 11 ડિસેમ્બર દરમિયાન ચાલનારા પોલિયો નાબૂદી અભિયાનનો પ્રારંભ.
સંજય ગાંધી, તાપી, તા.૮
તાપી જિલ્લામાં તા. 8 થી 11 ડિસેમ્બર દરમિયાન ચાલનારાં SNID પોલિયો નાબૂદી અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. જેનાં પહેલા જ દિવસે જિલ્લામાં 93.47% નો લક્ષ્યાંક હાંસલ થયો છે.
તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ૬૭૫૦૦ બાળકોનાં લક્ષ્યાંક સામે આજે ૬૩૦૯૧ બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તા. 9 અને 11 ડિસેમ્બર ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલ 0 થી 5 વર્ષ ના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે.