*તાપી જિલ્લાનું ગૌરવ*
(સંજય ગાંધી તાપી) પહેલો ખો-ખો વર્લ્ડ કપ ૨૦૨૪-૨૫ તા :- ૧૩ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન ઈન્દિરા ગાંધી ઈન્ડિયા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાશે. આ વર્લ્ડ કપને અનુલક્ષીને ભારતીય ખો-ખો ટીમનો ટ્રેનિંગ કેમ્પ ૧૦ ડિસેમ્બર ૨૦૨૪ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે. તાપી જિલ્લાની શ્રી ર.ફ દાબુ કેળવણી મંડળ સંચાલિત ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ તાપી અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના ખો-ખો ના ત્રણ ખેલાડીઓ ૧.વેગડ વિજય.જે,૨.ભિલાડ ઓપીના.ડી અને ૩. ચૌધરી પ્રિયા.એસ ની ઇન્ડિયા કેમ્પમાં પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.