Thursday, December 26, 2024

હિંમતનગર ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

હિંમતનગર ખાતે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

 

લેપ્રસીના કેસો નોંધાયા હોય તેવા કુલ ૫૩ ગામોમાં સર્વે કરાશે

 

સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી ડૉ.રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લામાં રક્તપિત્ત અંગે જનજાગૃતિ વધે અને લોકો આ ત્વચા રોગનાં લક્ષણો જાણી સમયસર સારવાર કરાવે એવા ઉદ્દેશથી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. “રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન (LCDC) ની કામગીરી તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૨૧/૧૨/૨૦૨૪ સુધીમાં કુલ-૭ વર્કિંગ દિવસમાં કરવામાં આવશે.

જિલ્લામાં છેલ્લા પ વર્ષમાં જે ગામોમાં લેપ્રસીના કેસો નોધાયા હોય તેવા કુલ ૫૩ ગામોમાં આ સર્વે હાથ ધરાશે. જેમાં ગામના તમામ વ્યકિતઓની આરોગ્યની ટીમ દ્રારા રકતપિત્ત માટે તપાસ કરવામાં આવશે, જેથી રકતપિત્તના કેસોની વહેલી ઓળખ કરી સારવાર પર મૂકી શકાય અને તેઓમાં અપંગતા આવતી અટકાવી શકાય.

આ બેઠકમાં જે તાલુકામાં કેસ વધારે છે ત્યાં જનરલ હેલ્થ સ્ટાફ દ્રારા થનાર હાઉસ ટુ હાઉસ સર્વેનું તાલુકા કક્ષાએથી સઘન સુપરવીઝન કરવા અને લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઈન (LCDC) ની કામગીરી ગુણવત્તા યુકત થાય તે માટે સઘન સુપરવીઝન અને મોનીટરીંગ કરવા કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં કુલ ૫૩ ગામોમાં રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં કુલ ૮૬ ટીમો દ્વારા કુલ ૫૯૬૦૧ જેટલા લોકોને આવળી લેવામાં આવશે. સાબરકાંઠામાં છેલ્લા પાંચ વર્ષમાં ૬૨ કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ 2020-21માં 12 કેસ, વર્ષ 2021-22માં 10 કેસ, 2022-23માં 18 કેસ, 2023-24માં 19 કેસ, અને સપ્ટેમ્બર 2024 ની સ્થિતિએ ત્રણ કેસનો સમાવેશ થાય છે. સાબરકાંઠા જિલ્લામાં સારી કામગીરીને પરિણામે ઓક્ટોબર 2024 ની સ્થિતિએ ચેપનો દર ૦.૦૬ જેટલો નહિવત્ રહ્યો છે. આ સર્વે માટે જિલ્લામાં કુલ ૮૬ ટીમોને તાલીમથી સજજ કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.રાજ સુતરીયા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ સહિત વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores