ખેડબ્રહ્મા શહેરની સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ અને ઊર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરાઈ
જેના ભાગરૂપે યુ જી વી સી એલ ઈડર થી કાર્યપાલક ઇજનેર શ્રી પી જે પટેલ સાહેબ જુનિયર ઈજનેર સી વી નાઈ સાહેબ સિનિયર આસિસ્ટન્ટ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રી આરવી બારૈયા સાહેબ ડેપ્યુટી એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા જેઓનું શાળાના સુપરવાઇઝર શ્રી આર પી વાલા સાહેબ તથા અન્ય સારસ્વત મિત્રો દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી નાઈ સાહેબે વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ અને ઊર્જા બચત અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી પી જે પટેલ સાહેબે સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે પીએમ સૂર્ય ઘર યોજના સોલર યોજના ની માહિતી પૂરી પાડી હતી તેઓએ વિદ્યાર્થીઓને ઉર્જા બચત નું મહત્વ સમજાવ્યું હતું તેઓએ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ માટે અનુરોધ કર્યો હતો
ઉર્જા બચત અને સંરક્ષણ થકી વિકસિત ભારતમાં વિદ્યાર્થીઓ કેવી રીતે યોગદાન પૂરું પાડી શકે તે અંગે સર્વેને જાગૃત કર્યા હતા અંતમાં શ્રી ધવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને ઉર્જા બચત માટેના શપથ લેવડાવ્યા હતા. કાર્યક્રમની આભાર વિધિ શ્રી બી જે વાઘેલા સાહેબ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રાજેન્દ્રસિંહ એસ દેવડા દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891