રાજકોટ જિલ્લાની તમામ શાળાઓનો સમય 30 મિનિટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રિપોર્ટ – સંજય ગાંધી તા.૧૩
રાજકોટમાં વધતી ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં પ્રાથમિકથી માધ્યમિક સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જિલ્લાની તમામ શાળાઓના સમયમાં 30 મિનિટનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી વિદ્યાર્થીઓને ઠંડીમાં થોડી રાહત મળશે. રાજકોટની સરકારી અને ખાનગી શાળાઓમાં સવારનો સમય સવારે 7.10ને બદલે 7.40 કરવામાં આવ્યો છે.
રાજકોટમાં વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનોની માંગને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. વિદ્યાર્થી સંગઠનોએ જિલ્લા શિક્ષણ વિભાગને મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, જેમાં વિભાગને શિયાળાની ઋતુ દરમિયાન શાળાના સમયમાં ફેરફાર કરવા વિનંતી કરવામાં આવી હતી. વિભાગે તેમની વિનંતી સ્વીકારી રાજકોટ શહેરની સરકારી અને ખાનગી શાળાઓના સમયમાં ફેરફાર કર્યો છે.






Total Users : 151645
Views Today : 