Sunday, January 5, 2025

વડોદરા : ગોરવા વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો

વડોદરા : ગોરવા વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે કેરિયર ઝડપાયો

 

સંજય ગાંધી દ્વારા – વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં ખુલ્લા ગ્રાઉન્ડમાં એસઓજીની ટીમે રેડ કરીને રૂ.10 હજારના ગાંજાના જથ્થા સાથે કેરીયરને ઝડપી પાડ્યો હતો. કેરીયર પાસેથી ગાંજો, મોબાઇલ અને રોકડ રકમ સહિતના 15 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે કેરીયરને ગાંજો સપ્લાય કરનાર વડોદરાના બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

31 ડિસેમ્બરને લઇને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને નશાકારક વસ્તુઓની હેરાફેરી કરતા કેરિયરો, પેડલરો અનેબુટલેગરો પર સતત વોચ રાખવામાં આવે છે. એસઓજીની ટીમ દ્વારા શહેર વિસ્તારમાં જુદી જુદી ટીમો બનેવીના કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. ત્યારે ગોરવા સંતોષનગરમાં રહેતો અર્જુન અશોક માળી તેના ઘર પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં સિકોતર માતાના મંદિરની બાજુમાં સાંજના સમયે ગાંજાનું છુટકમાં વેચાણ કરે છે અને હાલમાં પણ વેચાણની પ્રવૃતિ ચાલુ છે. જેના આધારે જેથી પીઆઇ એસડી રાતડાએ તેમની ટીમને સાથે રાખીને બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે જગ્યા પરથી અર્જુન અશોક માળી ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી 1.075 કિલોગ્રામ ગાંજો રૂ. 10 હજાર એક મોબાઇલ અને રોકડ રકમ મળી રૂ. 15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.કેરીયર વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે વડોદરાના બે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ચાલતી ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી અમે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી ગાંજા સાથે કેરીરયને ઝડપી પાડ્યો હતો. તેની વધુ પુછપરછ કરવા માટે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. એસ ડી રાતડા, પીઆઇ એસઓજી.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores