દુઃખ ની વાત છે કે નશાની લત ને યુવા પેઢી “કૂલ” માને છે.માતા – પિતા અને સરકારી એજન્સીઓ પ્રયાસ કરવા પડશે.-સુપ્રિમ કોર્ટ
“ડ્રગ્સ ના પૈસાથી દુશ્મનો દેશમાં હિંસા-આતંકવાદ ફેલાવે છે”
સંજય ગાંધી ગુજરાત – સોમવારે સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન યુવાનોને ટકોર કરતાં કહ્યું છે, કે દુ:ખની વાત છે કે આજકાલ નશામાં ડૂબ્યાં રહેવું અને લતના શિકાર થવાને ‘કૂલ’ માનવામાં માનવામાં આવે છે. ડ્રગ્સની હેરાફેરીના મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ નાગરત્નાએ કહ્યું છે, કે નશાની લતના કારણે યુવાનો પર સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક અસર પડે છે. યુવાનોને બચાવવા માટે માતા-પિતા, સમાજ અને સરકારી એજન્સીઓએ પ્રયાસ કરવા પડશે. ડ્રગ્સથી મળતા પૈસા દેશના દુશ્મન હિંસા અને આતંકવાદ ફેલાવવામાં કરે છે. આજની યુવા પેઢીને લઈને કહેવામાં આવે છે કે શિક્ષણના તણાવ અથવા ખોટી સંગતના કારણે તેઓ નશો કરવા લાગે છે. માતા પિતાની પણ જવાબદારી છે કે બાળકોને સુરક્ષિત માહોલમાં રાખે અને ભાવનાત્મક કવચ પ્રદાન કરે.








Total Users : 159260
Views Today : 