પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસ્તા ફરતા જિલ્લા બહારના આરોપીને સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ અને સાબરકાંઠા જિલ્લાના તથા ગુજરાત રાજ્યના તથા ગુજરાત રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી હતી જે અન્વયે તા.7/ 11/ 2024 થી 31/ 12/2024 સુધી એક મહિનાની ડ્રાઇવ રાખવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ ડ્રાઇવ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી તે મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન કરંગીયા LCB ના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી હતી જેમાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની ટીમ નંબર 1 ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જે ચાવડા LCB હિંમતનગર તથા એએસઆઈ વિજયભાઈ જયંતીભાઈ પ્રાંતિજ પોલીસ સ્ટેશન તથા પો.કો. વિપુલ સિંહ જવલસિંહ A ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પો.કો. સુરેશ સિંહ જગતસિંહ વડાલી પોલીસ સ્ટેશન તથા ડ્રાઇવર પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ M T વગેરે સ્ટાફના માણસો નાસતા ફરતા આ આરોપીઓ સંબંધે સતત તપાસમાં હતા
તારીખ 17-12/2024 ના રોજ નાસતા ફરતા આરોપીઓ સંબંધિત તપાસમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્વારા નાસતા ફરતા આરોપી આકાશ પ્રકાશભાઈ રતિલાલ બારોટ રહે કુવાદરા તાલુકો માણસા જીલ્લો ગાંધીનગર ની તપાસ કરતા મળી આવતા તેઓને વધુ પૂછપરછ કરતા જે બાબતે ગુન્હાઓના રેકોર્ડ આધારિત તપાસ કરતા તેના વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હામાં નાસતો ફરતો હોવાનું જણાય આવતા નાસતા ફરતા આરોપીને પકડી આગળની કાર્યવાહી કરવા પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો
આમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા નાસ્તા ફરતા આરોપીને પકડવાની ટીમ નંબર 1 દ્વારા સાબરકાંઠા જિલ્લાના ગુનામાં નાસતા ફરતા જિલ્લા બહારના આરોપીને પકડવામાં સફળતા મળી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891