હિંમતનગરના બોરીયા ગ્રામ પંચાયતના તલાટીના ઘરે A C B નું સર્ચ ઓપરેશન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બોરીયા ગ્રામ પંચાયતના તલાટીને અરવલ્લી એસીબીએ રુ.10,000 ની લાંચ લેતા મહાકાલી મંદિરથી કાંકરોલ જતા રોડ પરની અંજલી પાર્ક પાસેથી ઝડપી લીધા હતા ત્યારબાદ એસીબી તલાટીના ઘરે કાકરોલમાં સર્ચ હાથ ધર્યું હતું
આ અંગે એસીબી માંથી મળતી માહિતી હિંમતનગરના બોરીયા ગ્રામ પંચાયતમાં ફરિયાદીએ રહેણાંક મકાન વેચાણ રાખેલ હતું જે મકાન પંચાયત રેકોર્ડમાં ફરિયાદીના નામે કરીને ગામનું નમુનો બે લેવા સારું ફરિયાદીએ વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્સની નકલ રજૂ કરી હતી જેને લઈને આક્ષેપીતે ગામનો નમૂનો નંબર બે કાઢી આપવાના ફરિયાદી પાસે ગામના તલાટી દિનેશભાઈ પટેલે ₹10,000 ની લાંચ ની માગણી કરેલ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેને લઈને ફરિયાદીએ એસીડી નો સંપર્ક કર્યો હતો
ત્યારબાદ અરવલ્લી એસીબીએ ગુરુવારે હિંમતનગરના મહાકાલી મંદિરથી કાંકરોજ જતા રોડ પર અંજલી પાર્ક સોસાયટીની પાસે તલાટી ₹10,000 ની રંગી ખાતે લંચ લેતા બોરીયા ગામના તલાટીને ઝડપી લીધા હતા ત્યારબાદ કાંકરોડ ગામે આવેલા તલાટી દિનેશ પટેલ ઘરે પહોંચી તેના ઘરનું સર્ચ કર્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891