આજે તાપીમાં પ્રથમ “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 21 ડિસેમ્બરન “વિશ્વ ધ્યાન દિવસ ” તરીકે ઘોષિત કરવામાં આવેલ છે હાલમાં વિશ્વમાં યુદ્ધ જેવા માહોલમાં શાંતિ, તનાવમુક્તિ અને સંગઠન માટે ધ્યાન પર સમગ્ર વિશ્વની નજર ગઈ છે,જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 21 ડિસેમ્બર ના રોજ 41 સ્થળોએ શિબિર યોજાશે. તાપી જિલ્લામાં શ્રીરામ તળાવ ગાર્ડન, વ્યારા ખાતે સાંજે 4 થી 6 દરમિયાન પ્રથમ વિશ્વ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરેક નાગરિકને જોડાવા જાહેર આમંત્રણ સાથે અપીલ કરાઈ છે.