Thursday, December 26, 2024

વડાલીની શ્રી બીજી શાસ્ત્રી હાઇસ્કુલ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા ખાસ શિબિર થેરાસણા ખાતે યોજાઇ

વડાલીની શ્રી બીજી શાસ્ત્રી હાઇસ્કુલ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા દ્વારા ખાસ શિબિર થી થેરાસણા ખાતે યોજાઇ

 

વિદ્યાર્થીઓમાં સેવાના સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી શ્રી બી.જી.શાસ્ત્રી(મોર્ડન) હાઈસ્કૂલ વડાલી રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા nss ની ખાસ શિબિર તા. 23/12/2024 થી 25/12/2024 દરમિયાન થેરાસણા મુકામે યોજાઈ ગઈ જેમાં એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સફાઈ,ગામ મુલાકાત, ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ,અંધશ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ, સ્વચ્છતા,સાક્ષરતા અને વ્યસન મુક્તિ જાગૃતિ રેલી દ્વારા સુંદર સંદેશો આપવામાં આવ્યો તથા શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ ઇડરના સહયોગથી ડૉ. ચિરાગ બેન્કર તથા તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે આંખની તપાસ અને નિદાન કેમ્પ યોજાઈ ગયો જેમાં થેરાસણા તથા આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં તેનો લાભ લીધો હતો.છેલ્લા દિવસે ભોજન સમારંભ સાથે કાર્યક્રમનું સમાપન થયું. એન.એસ.એસ. ની આ ખાસ શિબિરને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ડૉ.હસમુખભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ nss પ્રોગ્રામ ઓફિસર શ્રી મેહુલકુમાર પંડ્યા સાહેબ, શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ પટેલ સાહેબ ,શ્રી જયેશભાઈ પ્રજાપતિ સાહેબ,શ્રી સુધીરભાઈ કડેચા સાહેબ તથા શ્રી કમલેશભાઈ પટેલ સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પટેલ સાહેબ ,મંત્રીશ્રી જયંતીભાઈ પટેલ સાહેબ, થેરાસણા સરપંચ શ્રી જયંતીભાઈ સાહેબ , પ્રા.શાળા આચાર્ય શ્રી સુરેશભાઈ સાહેબ અને તેમનો સ્ટાફ તથા થેરાસણા સમસ્ત ગ્રામજનોએ સુંદર સાથ સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores