Saturday, December 28, 2024

નિઝરના ખોડદા ગામેથી બોગસ ડોક્ટરને એલોપેથિક દવાનો જથ્થા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ.

નિઝરના ખોડદા ગામેથી બોગસ ડોક્ટરને એલોપેથિક દવાનો જથ્થા સાથે ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ.

 

સંજય ગાંધી તાપી તા.૨૭

પોલીસ અધિક્ષક, તાપીએ એસ.ઓ.જી. ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને, શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ, એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે, નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી તેમજ સરકારી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, નિઝર તાલુકાના ખોડદા ગામ, પટેલ ફળિયામાં પોતાના મકાનમા એક બોગસ ડોકટર નામે સુભાષભાઇ શંકરભાઇ પાટીલ કોઇપણ પ્રકારની ડિગ્રી/પ્રમાણપત્ર વગર ગેરકાયદેસર રીતે મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામમાંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી, સારવાર કરી પ્રેક્ટીશ કરતા હોવાની ચોક્ક્સ અને પાકી બાતમી આધારે નિઝર તાલુકાના હેલ્થ ઓફીસરને સાથે રાખી, બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં, બોગસ ડોક્ટર આરોપી સુભાષભાઇ શંકરભાઇ પાટીલ ઉ.વ.૫૪ હાલ રહે. ખોડદા, પટેલ ફળીયુ તા. નિઝર જી.તાપી મુળ રહે.વેલ્દા, બાલાજી નગર, તા.નિઝર જી.તાપી અલગ-અલગ એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતા સામાનનો જથ્થો કુલ કિ.રૂ.૫૯,૨૦૩/-ના મુદામાલ સાથે પકડાઇ જતા તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં નિઝર પોલીસ સ્ટેશનમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

 

શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઈ તેમજ અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવી તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તેએ કામગીરી કરેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores