Thursday, January 2, 2025

રાષ્ટ્રીય અંધજન મંડળ – ઇડરની દીકરીઓએ પ્રથમ નંબર મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું

રાષ્ટ્રીય અંધજન મંડળ – ઇડરની દીકરીઓએ પ્રથમ નંબર મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું

 

પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની ગુજરાત રાજ્ય ની ગરબા સ્પર્ધા માં રાષ્ટ્રીય અંધજન મંડળની પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ પ્રથમ નંબર સાથે સમગ્ર ગુજરાતમાં અવ્વલ

 

તા. ૨૫ અને ૨૬ ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર આયોજીત ગુજરાત રાજ્યની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની રાજ્ય લેવલ ની ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર રાજ્ય માંથી અગિયાર સંસ્થાઓની ટીમો એ પ્રાચીન તેમજ અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગુજરાત માંથી જૂનાગઢ, વેરાવળ, પાલનપુર, ગાંધીનગર, અમદાવાદ, મેમનગર, દાહોદ તેમજ ઇડર જેવી વિવિધ સંસ્થાની ટીમો એ પરફોર્મન્સ આપેલું. કાર્યક્રમની શરૂઆતમાં છોટાઉદેપુર જીલ્લાના સાંસદશ્રી એ ઉપસ્થિત રહી તમામ દીકરીઓને તેમના પગલાં પાડી છોટાઉદેપુરની ધરાને પાવન કરવા બદલ શુભેરછાઓ પાઠવી હતી.

સમગ્ર ગુજરાતમાંથી આવેલ અગિયાર ટીમો માંથી પ્રાચીન તેમજ અર્વાચીન બંને ગરબાઓમાં રાષ્ટ્રીય અંધજન મંડળ – ઇડરની દીકરીઓએ પ્રથમ નંબર મેળવી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. ૧૯૮૬ થી સ્વ. બદ્રાબેન સતીયાની સ્મૃતિમાં દર વર્ષે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૩૦ વર્ષમાં કોઈ એક જ ટીમ બંને ગરબામાં પ્રથમ આવી હોય તેવું ભાગ્યે જ બન્યું હશે. આ ઉપરાંત રાષ્ટ્રીય અંધજન મંડળની ટીમ અગાઉ પણ કપડવંજ, આણંદ, રાજકોટ, જામનગર, ભુજ વગેરે જગ્યાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ચૂકી છે. બંને ગરબાને કોરિયોગ્રાફ વિશિષ્ટ શિક્ષિકા અલ્પાબેન કાંતિભાઈ ચોથાણીએ કર્યા હતા તેમજ હાર્મોનિયમ અને ગાયન વિશિષ્ટ શિક્ષિકશ્રી જગદીશભાઈ ગઢવીએ પોતાનો સ્વર આપ્યો હતો. સમગ્ર ગરબા સ્પર્ધામાં સહાયક તરીકે વિશિષ્ટ શિક્ષિકા શ્રીમતી દક્ષાબેન નાયકે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર તાલીમ દરમિયાન સંસ્થાના સહમંત્રી શ્રીમતી પ્રવિણાબેન મહેતા નું અમૂલ્ય માર્ગદર્શન મળી રહ્યું હતું. સંસ્થાના પ્રમુખશ્રી દિલીપભાઈ એન. ગાંધી, મંત્રી શ્રીમતી સોનલબેન દોશીએ ભાગ લેનાર તમામ દીકરીઓને શુભેરછાઓ પાઠવી હતી. સંસ્થાના વરિષ્ઠ અધ્યક્ષ પ્રો. ભાસ્કર મહેતા એ જણાવ્યું હતું કે મારી પ્રથમ થી જ દિલી ઈચ્છા હતી કે એક વખત તો આપણે બંને ગરબાઓમાં પ્રથમ સ્થાન મેળવવો છે જે આજે પૂર્ણ થઈ છે. તેમણે પણ તમામ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ અને તાલીમ આપનાર શિક્ષકોને બિરદાવ્યા હતા અને સંસ્થા માટે ગૌરવપ્રદ ક્ષણ ગણાવી હતી.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores