Friday, January 3, 2025

વડાલી તાલુકાની શ્રી વેટલા પ્રાથમિક શાળાને મળ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન

વડાલી તાલુકાની શ્રી વેટલા પ્રાથમિક શાળાને મળ્યું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ માં સ્થાન

 

શ્રી વેંટલા પ્રાથમિક શાળા તાલુકો વડાલીના શિક્ષક શ્રી રમેશકુમાર એમ સાધુ એ સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન ચલાવ્યું હતું.જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને પોતે શાળાના મેદાન અને શાળા બહાર પડેલી પ્લાસ્ટિકની ખાલી બોટલો માં પ્લાસ્ટિકની કોથળી, રેપર એકત્ર કરીને બોટલમાં ભરી રિસાયકલિંગ માટે આપી.આમ શાળા અને શાળાની આસપાસના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા બદલ રમેશકુમાર સાધુને તારીખ 29- 12 -24 ને રવિવારના રોજ વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા બદલ સર્વ શિક્ષા અભિયાનના ભૂતપૂર્વ સચિવ શ્રી મહેશભાઈ મહેતા સાહેબ માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકિતભાઈ જોશીના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા. જેથી વેંટલા શાળાના એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા સંઘ ના વિનયભાઇ પટેલ અને મંત્રી શ્રી સુરેશભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી.

 

તસવીર અને અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores