વાવ થરાદ જિલ્લાના ભૂરિયા ગામે જગત કલ્યાણ માટે 220મો સુંદરકાંડ પાઠ થયો
વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ભૂરિયા ગામે 11 મુખી હનુમાનજી ધામ ના મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ દ્વારા કોરોના કાલ સમયે જગત કલ્યાણ માટે દર શનિવારે 11મુખી હનુમાન દાદા ના ધામ ખાતે સુંદરકાંડ પાઠ કરવાનો અદભૂત સંકલ્પ કરેલ હતો તેના અનુસંધાને સતત 220મા શનિવારે મહંતશ્રી ઘેવરદાસજી મહારાજના પાવન સાનિધ્યમાં સુંદરકાંડ પાઠ યોજાયો હતો આ પ્રસંગે ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા આ જગ્યાએ 11મુખી હનુમાનજી ની 31ફૂટ ઉંચી પથ્થરમાંથી નિર્મિત ભારત વર્ષની એક માત્ર વિરાટ પ્રતિમા નિર્માણ પામી છે જેનુ કામ કાજ છેલ્લા બે વર્ષથી ચાલુ છે પરચાધારી આ 11મુખી હનુમાનજી ધામ ખાતે શ્રદ્ધાથી શનિવાર ભરનારની મનોકામના પૂર્ણ થાય છે તેવો ભક્તજનો નો મત છે વાવ થરાદ જિલ્લાના ના ગૌરવ સમાન આ મૂર્તિના દર્શન માટે દૂર દૂર થી દર શનિવારે ધર્મ પ્રેમી જનતા ઉમટી પડે છે
અહેવાલ નરસીભાઈ દવે લુવાણા કળશ






Total Users : 148131
Views Today : 