ધાડના ગુનામાં છેલ્લા દશ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી.
સંજય ગાંધી તાપી તા.૪
શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઇ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, નાઓ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે માહિતી મેળવવાના પ્રયાસમા હતા તે દરમ્યાન સાથેના હાજર પોલીસ માણસો પૈકી હે.કો. હરપાલસિંહ અભેસિંહ તથા પો.કો. હસમુખભાઇ વિરજીભાઇને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે, નિઝર પો.સ્ટે.મા વર્ષ ૨૦૧૫મા નોંધાયેલ ધાડના ગુનાના કામે વોન્ટેડ આરોપી પ્રવિણભાઇ વજસીભાઇ ચાવડા રહે.ઘર નં-૧૦૩ સ્ટ્રીટ નં-૨ ઓમકાર એપાર્ટમેન્ટ શીવમ પાર્ક જામનગર, હાલ પોરબંદર ખાતે રહે છે તેવી મળેલ હકિકત આધારે તપાસ પોરબંદર ખાતે કરતા રોકેલ ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ સોર્સ આધારે આરોપીને પોરબંદરના રસંગ ટેકરી પાસેથી ધાડના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- પ્રવિણભાઇ વજસીભાઇ ચાવડા ઉ.વ.૫૦ મુળ રહે. ભગીરથ કૃપા આદિતપરા મેઇન બજાર તા.રાણાવાવ જી.પોરબંદરને તા.૦૪/૦૧/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી એન.જી.પાંચાણી, એલ.સી.બી. તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા (૨) અ.હે.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇ (૩) હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ (૪) અ.પો.કો. રોનક સ્ટીવન્સન (૫) પો.કો. અરૂણભાઇ જાલમસિંગ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના (૬) હે.કો. હરપાલસિંહ અભેસિંહ (૭) પો.કો. હસમુખભાઇ વિરજીભાઇએ કામગીરી કરેલ છે.