Tuesday, January 7, 2025

સાબરકાંઠા જિલ્લાની દિયોલી હાઈસ્કુલમાં સાયબર સેલ, હિંમતનગર દ્વારા “સાયબર જાગૃતિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી.

સાબરકાંઠા જિલ્લાની દિયોલી હાઈસ્કુલમાં સાયબર સેલ, હિંમતનગર દ્વારા “સાયબર જાગૃતિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી.

 

ગૃહ વિભાગ,ગુજરાત સરકાર તેમજ ગૃહ મંત્રાલય ભારત સરકાર દ્વારા રાજયમાં સાયબર ક્રાઈમ અંગે જાગૃતી લાવવા માટે હિંમતનગર પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા “સાયબર જાગૃતી દિવસ”ની ઉજવણી તા.૦૧/૦૧/૨૦૨૫ બુધવારના રોજ સાબરકાંઠા જિલ્લાની શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલી, તા ઈડરમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હિંમતનગર કચેરીમાંથી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર શ્રી હરેશભાઈ પ્રજાપતી ઉપસ્થિત રહી શાળાના બાળકો ને વાલીઓને સાયબર ક્રાઇમ કોને કહેવાય, કેવી રીતે થતો હોય છે. કેવી ટેકનિકનો ઉપયોગ કરીને લોકો છેતરપિંડી કરે છે. તેમના દ્વારા એક એક મુદ્દાની છણાવટ કરી તેમજ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં કચેરીમાંથી શ્રી વર્ષાબેન (WHC), ઈડર પોલિસસ્ટેશનમાંથી પોલીસ કોન્સ્ટેબલશ્રીઓ જયેન્દ્રસિંહ ચૌહાણ તેમજ જયદીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગામમાંથી વાલીઓ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ગામની પ્રાથિમક શાળામાંથી કમલેશભાઈ વર્મા સાહેબ તેમજ બાળકો, ગામના સરપંચશ્રી જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી સંદીપભાઈ પટેલે મહેમાનોનો પરિચય અને પુસ્તક અને ફૂલછડીથી સ્વાગત કર્યું. કાર્યક્રમનું સંચાલન શ્રી જે. જે. દેસાઈ સાહેબ તથા આભાર વિધિ જે. આર. પટેલ સાહેબે કરી હતી.

 

તસવીર અને અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores