Wednesday, January 8, 2025

RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી, HMVP વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન.

RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી, HMVP વાયરસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન.

 

HMPV વાયરસને લઇને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ નિવેદન આપ્યું છે, જાણો શું કહ્યું?

 

સંજય ગાંધી ગુજરાત તા.૬ ગુજરાતમાં સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. અમદાવાદની વાત કરીએ તો 2 મહિનાના બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ કર્ણાકટમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત થયા હતા.HMPV વાયરસને લઇને ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘ગભરાવાની જરૂર નથી, આ વાયરસ 2001થી છે, જૂનો વાયરસ છે. ચીનમાં વાયરસનો ફેલાવો વધારે છે. કોવિડ કરતા માઇલ્ડ આ વાયરસના લક્ષણો છે. હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા ઊભી કરીશું’.

 

આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ‘અમે અમારી લેબમાં તેનું પરિક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર શંકા કરવાનું કોઇ કારણ જણાતું નથી.

 

HMPV થી કોને અને કેટલી હદ સુધી અસર થાય છે?

HMPV વાયરલ મુખ્યત્વે બાળકોને અસર કરે છે. જોકે તેની અસર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધો પર પણ નોંધવામાં આવી છે. આ વાયરસના કારણે લોકોને શરદી, ઉધરસ, તાવ અને કફની ફરિયાદ થઈ શકે છે. વધુ ગંભીર કિસ્સાઓમાં, ગળા અને શ્વસન માર્ગમાં અવરોધને કારણે લોકોના મોંમાંથી સીટીનો અવાજ પણ સંભળાય છે. કેટલાક વધુ ગંભીર કિસ્સાઓમાં, આ વાયરસ લોકોને ફેફસામાં ઓક્સિજન વહન કરતી નળીઓની બળતરા અને ન્યુમોનિયાથી પીડાય છે. આ કારણે ચેપગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores