વિરાજ આશ્રમ, વક્તાપુર ના સંત શ્રી કરસન બાપા એ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માની શુભેચ્છા મુલાકાત કરી
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ની મુલાકાતે હિંમતનગર વક્તાપુર સ્થિત સંત શ્રી કરસનબાપા પધાર્યા હતા.
પ્રાર્થના સભા બાદ શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે આવકાર્યા બાદ સંતશ્રી કરસનબાપાએ સૌ બાળકોને વિદ્યાર્થી જીવનનું મહત્વ અને નક્કી કરેલા લક્ષ ને પામવા માટે કરવી પડતી મહેનત હંમેશા રંગ લાવતી હોય છે અને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકાય છે તેવા આશીર્વાદ આપ્યા હતા
ધોરણ 10 અને 12 ના દીકરા દીકરીઓને આગામી બોર્ડની પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે અને સારી વિદ્યા શાખામાં પ્રવેશ મેળવી પોતાનું, પરિવારનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. આભાર દર્શન સુપરવાઇઝર શ્રી રજનીકાંત વાલાએ કરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 153917
Views Today : 