સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી ડૉ. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના લોકોને પુરતુ પીવાનું પાણી મળી રહે તે માટે હર ઘર નલ સે જલ યોજનાની કામગીરીની સમીક્ષા કરતા કલેકટરશ્રી દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે પાણીની સમસ્યા ઊભી થતી હોય તેવા કામો પ્રગતિમાં હોય તો તે ઝડપથી પૂર્ણ કરવા. તેમજ આ યોજના અંતર્ગત જિલ્લાવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે જે વિસ્તારોમાં કનેક્શન આપવામાં આવ્યા છે તે વિસ્તારોમાં પાણી પહોંચે છે કે કેમ તે જોવા જણાવ્યું હતું. 
આ બેઠકમાં આદિજાતિ તાલુકામાં પેયજળ યોજનાની મરામત કરવા માટેના ટેન્ડરને વહીવટી મંજુરી આપવામાં આવી હતી.
આ સાથે બેઠકમાં રીજુવીનેશન કાર્યક્રમ હેઠળ ઇડરના શિણોલ ( માનગઢ), પ્રાંતિજના સોનાસણ, વડાલીના માલપુર અને પ્રાંતિજના ઓરાણ ખાતે લગભગ ૪. ૮૨ લાખના ખર્ચે નવીન બોર પર પમ્પીંગ મશીનરીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 