અમીરગઢ બ્રેકિંગ…
અમીરગઢ પોલીસની સુંદર કામગીરી, ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો…
અમીરગઢ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કરી કાર્યવાહી…
ટ્રક નંબર RJ 21 GD 7988 માં પોલીસે ચેકિંગ દરમિયાન કરી કાર્યવાહી…
ઘાસચારાના કટ્ટાની આડમાં છુપાવી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ગુજરાત ચેકપોસ્ટ પર પોલીસે પકડ્યો…
અમીરગઢ પોલીસ જવાનો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન કાર્યવાહીને અંજામ આપ્યો…
ટ્રકમાંથી ઘાસચારાના કટ્ટાની આડમાં છુપાવી ગુજરાતમાં લઈ જવાથી કુલ 163 ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ પોલીસે ઝડપી…
કુલ 3132 દારૂ અને બીયરની બોટલો પોલીસે ગુજરાતમાં પ્રવેશતા અટકાવી કાયદેસરની કાર્યવાહી કરી…
પકડાયેલ દારૂની કિંમત 7,40,076 રૂપિયા ગણવામાં આવી સાથે જ કુલ 17,44,076 રૂપિયાનો મુદ્દામાલ પોલીસએ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી…
અમીરગઢ પોલીસે દારૂના જથ્થા સાથે એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી…
ફરી એકવાર ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે અમીરગઢ પોલીસની સક્રિયતા જોવા મળી…
અમીરગઢ પોલીસએ સુંદર કામગીરી કરી ગુજરાતમાં પ્રવેશતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો અટકાવ્યો…
રિપોર્ટર:- મમતા નાઈ અંબાજી