Thursday, January 9, 2025

વન્ય પ્રાણી માનવ વસાહતમાં આવી હુમલા કરતા ગ્રામજનોમાં ભયનો માહોલઃએકજ દિવસ માં સિંહ તેમજ દીપડા ના હુમલા ની બે ઘટના

વન્ય પ્રાણી માનવ વસાહતમાં આવી હુમલા કરતા ગ્રામજનોમાં ભયનો માહોલઃએકજ દિવસ માં સિંહ તેમજ દીપડા ના હુમલા ની બે ઘટના

 

ઉનાના ગરાળ ગામે ખુંખાર દીપડા એ વૃદ્ધ મહિલા પર હુમલો.. બીજી તરફ એલમપુર ગામે સિંહે મહિલાને ઇજા પહોંચાડી..બન્ને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી.ઉનાના ગરાળ ગામે ખુંખાર દીપડા એ મહિલા પર હુમલો.ભાણીબેન ઝીણાભાઈ ભાલીયા ઉ. વ. 70 પોતાના ઘરે સુતા હતા. ત્યારે અચાનક ખુંખાર દીપડા એ વૃદ્ધા પર હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તેમજ એલમપુર ગામની મહીલા વહેલી સવારે પોતાના ઘરે થી વાડીએ જઈ રહ્યા હતા તે દરમ્યાન માંગડાધાર વિસ્તાર પાસે પહોંચતા અચાનક સિંહે મીણાબેન હમીરભાઈ સોલંકી ઉં. વ.55 પર હૂમલો કરતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ અંગે વન વિભાગે જાણ કરતા વન વિભાગ સ્ટાફ પણ હોસ્પિટલે દોડી આવ્યો.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores