Friday, January 10, 2025

રાજ્યકક્ષાની પાંચમી ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૪-૨૫ સ્પર્ધા યોજાઇ.

રાજ્યકક્ષાની પાંચમી ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ અવરોહણ ૨૦૨૪-૨૫ સ્પર્ધા યોજાઇ.

સંજય ગાંધી સા.કા તા ૧૦ સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકારના રમત,ગમત યુવા અને સાંકૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનરશ્રી,યુવક સેવા અને સાંકૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગરના પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર સાબરકાંઠા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની પાંચમી ઐતિહાસિક ઇડરીયા ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા ૨૦૨૪-૨૫ કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતુ કે રમત ગમતનો વિકાસ આરોગ્ય,શિક્ષણ,સામાજિક કૌશલ્યો,ચારિત્ર્ય ઘડતર,વ્યક્તિગત અને વ્યવસાહિય વિકાસ વગેરેમાં રમત ગમતનો મહત્વપુર્ણ ફાળો છે. આજના આ ડિજીટલ યુગમાં રમતો માનસિક સ્થિતિ સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે. ઇડર આરોહણ અવરોહણ સ્પર્ધા રમતવીરો માટે એક તક સમાન છે.

આ સ્પર્ધામાં ગુજરાતભરના ૨૧૭ જુનિયર સાહસવીર ખેલાડી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો.જેમાં ૧૫૧ ભાઈઓ અને ૬૬ બહેનોનોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ગત વર્ષના રેકોર્ડ તોડી નવા રેકોર્ડ સર્જાયા હતો. આ સ્પર્ધામાં એક થી દસ ક્રમે વિજેતા થનાર ભાઈઓ બહેનો સ્પર્ધકોને રૂપિયા.૨૫૦૦૦ થી શરૂ કરી દસમાં ક્રમે વિજેતા થનારને રૂપિયા. ૫૦૦૦ સુધીના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જુદા જુદા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે મામલતદારશ્રી ઇડર,જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ રાજ્યના વિવિધ ખેલાડી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores