કેસરિયા રોડ પર અકસ્માત: કાજરડી ના આશાસ્પદ યુવાન નું મોત એક ની હાલત ગંભીર
ઉનાના કેસરિયા-સોનારી રોડ ઉપર આવેલ ગોળાઈ પર સવારના બંધ પડેલ રિક્ષામાં બાઈક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો સવારના સમયે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ની કામગીરી દરમિયાન સકડો રિક્ષા ને ઉભી રાખેલ તે સમય એ કાજરડી ગામના અલ્પેશભાઈ દેવાભાઇ ચરણીયા (ઉ.વર્ષ 23) અને વિજયભાઈ બટુકભાઈ બારૈયા બાઈક લઈ ત્યાંથી પસાર થતા ત્યાં વાહન ચેકીંગ કરી રહેલી ટ્રાફિક પોલીસ દ્વારા બાઈક ને રોકાવતા સકડો માર્ગ હોવાના કારણે સામે કોઈ વાહન આવી જતા બાઈક પર નો કંટ્રોલ ના રહેતા ત્યાં ઊભી રાખેલ સકડો રિક્ષા સાથે બાઈક ધકડાભર અથડાતાં અલ્પેશભાઈ નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું જ્યારે વિજયભાઈ ને લોહીલુહાણ હાલત માં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યાં જિંદગી અને મોત સામે ઝઝૂબી રહ્યા છે વિધવા માતા નો આધાર એક દીકરા નું મોત થતાં ગામ આખું ગામ શોકમય બન્યું હતું
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના