ખેડબ્રહ્મા પોલીસ દ્વારા સ્ટેટ હાઇવે પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 1 લાખ 20હજાર 550ના મુદ્દા માલ સાથે આરોપીને દબોચ્યા
નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ ના આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપરથી જિલ્લામાં પ્રોહીબિશન ને લગતા ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લેવા તથા કેસો શોધી કાઢવા કામગીરી કરવા સૂચના આપી હતી તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા તે દિશામાં સતત કાર્યશીલ હતા
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પો.કો. વિકાસભાઈ હસમુખભાઈ ની ખાનગી બાતમીના આધારે એક સિલ્વર કલરની ઇકો ગાડી નંબર GJ 09 BA 4094માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી મટોડા થઈ ખેડબ્રહ્મા થઈ હિંમતનગર જવાની છે તેવી હકીકતના આધારે અમો તથા તાબાના પોલીસ કર્મચારીઓ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આગળ હાઇવે રોડ પર નાકાબંધી કરી બહાર ચેકિંગ કરતા હતા તે દરમિયાન બાતમી વાળી ઇકો ગાડી આવતા હાથનો ઇશારો કરી ઉભી રખાવી હતી જે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 21 તથા બીયર ના ટીમ તથા બોટલ નંગ 93 મળી ફૂલ 114 ટન બોટલ ની કિંમત 20,550 તથા ગાડી ની કિંમત એક લાખ રૂપિયા કુલ ₹1,લાખ 20હજાર 550 નો મુદ્દા માલ કબજે કરી આરોપી ફિરોજભાઈ અકબરભાઈ શેખ અને શોરાબુદ્દીન રહીશબુદ્દીન શેખ બંને રહે. હિંમતનગર ના આરોપીને પકડી પાડી ખેડબ્રહ્મા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891