Tuesday, January 14, 2025

મોડાસા પુરાણાચાર્ય વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા શિવપુરાણ કથા યોજાઈ

મોડાસા પુરાણાચાર્ય વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા શિવપુરાણ કથા યોજાઈ

 

 

શ્રી સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવભક્તો દ્વારા શરૂ કરવામાં આવ્યો 9 દિવસીય શિવ મહાપુરાણ કથા દેવાયત પંડિત સમાધિ મંદિર, બાજકોટના મહંતશ્રી ધનગીરીજી મહારાજે દીપ પ્રગટાવી અને વિધિવત કથાનું ઉદ્ઘાટન કરાવ્યું. મૂળ કડિયાદરાના અને મોડાસા સ્થિત સ્વર્ગસ્થ નટવરલાલ સોનીના બંને દીકરાઓ ધીરેન્દ્ર ભાઈ સોની અને હર્ષભાઈ સોની ના યજમાન પદે મીની ઊંઝા ગણાતા એવા ઉમિયા માતાજી મંદિર મોડાસા મહંતશ્રી પુરાણાચાર્ય વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ઓધારી મંદિર પરિસરમાં 9 દિવસની શિવમહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું. છોટે કાશી કડિયાદરા અને મુડેટી પાઠશાળામાં તૈયાર થયેલ વિધ્વત શાસ્ત્રીશ્રી વિષ્ણુપ્રસાદ દ્વારા અનેકવિધ કુટુંબ અને સમાજને ઉપયોગી થાય તેવા દ્રષ્ટાંતો દ્વારા તથા માનવ જીવનના મૂલ્યો કઈ રીતે સાર્થક થાય એના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. ભગવાન ભોળાનાથ મહાદેવ પાસેથી આપણા જીવનમાં કઈ કઈ બાબતોને લઈ શકાય તે અંગેની દરેક પાસા વણીને સમજાવ્યું હતું. સંગીતની સુરાવલીઓ અને તાલ સાથે કથાનો રસાસ્વાદ હજારો હરિભક્તોએ 9 દિવસ બહુમૂલ્ય લાભ લીધો હતો. પૂજ્ય મહારાજશ્રીની કથામાં મોડાસાના નગરજનો તથા અનેકવિધ સંતો મહંતો, ગુજરાત સરકારના મંત્રી શ્રી ભીખુ સિંહજી પરમાર, જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ પધાર્યા હતા અને મહારાજશ્રી એ સૌને માતાજીનો ખેસ પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કથાનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ પંડ્યાએ કર્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી ઈશ્વરભાઈ ભાવસાર, શ્રી વિઠ્ઠલભાઈ હરિભાઈ પટેલ તથા સુરેશભાઈ મેઘજીભાઈ પટેલે પ્રોત્સાહન આપી અને દરેક ક્ષેત્રે મદદરૂપ થયા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores