>
Friday, May 16, 2025

ATM છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, BOBના ATMમાં ફ્રોડ કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો

ATM છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, BOBના ATMમાં ફ્રોડ કરનાર આરોપી હરિયાણાથી ઝડપાયો

 

વલસાડમાં 4.06 લાખની છેતરપિંડી કરનાર પાસેથી 99 ATM કાર્ડ મળ્યા, ત્રણ રાજ્યોના ગુના કબૂલ્યા.

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

વલસાડ સીટી પોલીસે ATM છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે હરિયાણાના હાસી તાલુકામાંથી 44 વર્ષીય જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રાઘબિર માહલાની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 99 જેટલા વિવિધ બેંકોના ATM કાર્ડ, એક મોબાઈલ, 4.06 લાખ રોકડા અને એક કાર સહિત કુલ 9.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 

આ કેસની વિગતો મુજબ, 19મી નવેમ્બરે વલસાડના તિથલ રોડ પર આવેલા BOB બેંકના ATMમાં ઉર્મિલાબેન પટેલ રૂ.20 હજાર ઉપાડવા ગયા હતા. આરોપીએ મદદ કરવાના બહાને તેમનો ATM પાસવર્ડ મેળવી, કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ વિવિધ સ્થળોએથી કુલ 4.07 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ છેતરપિંડી 25મી નવેમ્બરે ત્યારે બહાર આવી જ્યારે ઉર્મિલાબેને બેંકમાં ચેક દ્વારા પૈસા ઉપાડવા જતાં તેમના ખાતામાં માત્ર 4 રૂપિયા જ બાકી હોવાનું જાણવા મળ્યું.

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ બે વર્ષ પહેલા ATM બદલી કરતી ગેંગના ડ્રાઈવર તરીકે કામ કરીને આ ટ્રિક શીખી હતી અને પછી પોતાની ગેંગ બનાવી હતી. આરોપીએ કબૂલાત કરી છે કે તેણે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં પણ આવી છેતરપિંડી આચરી છે. તેનું મુખ્ય ટાર્ગેટ વૃદ્ધો અને ઓછી જાણકારી ધરાવતા ATM ઉપયોગકર્તાઓ હતા.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores