ખેડબ્રહ્માની જ્યોતિ હાઈસ્કૂલે કબડ્ડી સ્પર્ધા ભાઈઓ પ્રથમ સ્થાને તથા ચેસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
ખેલ મહાકુંભ અંતર્ગત ગલુડિયા મુકામે યોજાયેલ કબડ્ડી સ્પર્ધામાં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માના દીકરાઓ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી અને શાળાનું ગૌરવ વધારેલ છે. તથા વોલીબોલ સ્પર્ધામાં બીજા સ્થાને આવ્યા. જેમાં ભાગ લેનાર દીકરાઓ દેવડા યશરાજ, ભાવસાર ધાર્મિક, દેવડા વર્ધમાન હર્ષ પટેલ, દક્ષ પ્રજાપતિ અજય પરમાર, વાઘરી રાજેન્દ્ર, રવિરાજ પરમાર હતા સૌ દીકરાઓને સુચારુ માર્ગદર્શન આપનાર વ્યાયામ શિક્ષક શ્રી એસ. એસ. પટેલ અને દીપકભાઈ નીનામાની ભૂમિકા અગ્રેસર હતી. તેમજ વોલીબોલ સ્પર્ધા ભાઈઓ બીજા ક્રમે આવેલ. એક્સેટીક્સ સ્પર્ધામાં ચૌહાણ સરોજબા નટવરસિંહ 1500 મીટર દોડમાં બીજા સ્થાને, 100 મીટર દોડ મદારી પ્રિન્સનાથ બીજા સ્થાને, ચેસ સ્પર્ધામાં દરજી ધ્રુમિલ ધ્રુવકુમાર તાલુકામાં પ્રથમ અને ચૌહાણ તરુણ કુમાર બીજા સ્થાને રહ્યા હતા. આ તમામ સિદ્ધિઓ બદલ શાળાના આચાર્ય શ્રી સુરેશકુમાર એસ. પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891