અંબાજી માં ગબ્બર કોરિડોર માં આવવા વિસ્થાપિતો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના માં સમવેશ કરવા સર્વે શરુ કરાયો, વૈકલ્પિક વ્યવસ્થાના માટે આયોજન હાથ ધરાશે….
યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટે ની તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગ રૂપે 89 જેટલા દબાણ દારો ને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આ 89 જેટલા માલધારી સમાજ ના તેમજ અન્ય અસરગ્રસ્તો પોતાની વ્યકલ્પિક વ્યવસ્થા ની માંગ સાથે વિરોધ કર્યો હતો ને પોતે વિકાસ ની સાથે છીયે પણ વ્યકલ્પિક વ્યવસ્થા આપો
તો અમે અમારા ઘરબાર છોડી દેવા તૈયાર છીયે ને સાથે પ્રધાન મંત્રી આવાસ યોજના નો લાભ આપવા માંગ કરી હતી
જોકે આ સાથે આજે sdm સિદ્ધિ વર્મા , દાંતા (sdm દાંતા) acp ips સુમન નાલા,દાંતા ડિવિઝન, મમતલદાર બી એસ બારોટ,tdo કંદર્પ પંડયા સાથે પોલીસ કાફલો અસરગ્રસ્ત વિસ્તાર માં પહોચ્યો હતો જ્યાં માલધારી સમાજ ના તેમજ અન્ય અસરગ્રસ્ત લોકો ને સાંભળ્યા હતા જેમાં એક માત્ર વ્યકલિપ્ક વ્યવસ્થા કર્ક આપવાની માંગ કરી હતી જોકે હાલ માં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક અસર થી વિસ્થાપિત લોકો ને સર્વે ની કામગીરી શરૂ કરવામાં આવી છે
જોકે સમગ્ર મામલે અધિકારીઓ એ પણ વ્યકલ્પિક વ્યવસ્થા માટે હકાર કર્યો હતો પણ તેના પહેલા આ દબાણદારો એ પોતાની જગ્યા ખાલી કરી દેવા પણ સૂચન કરવામાં આવ્યું હતું જ્યારે પોલીસઅધિકારી એ કોઈ પણ ઘર્ષણ માં ઉતર્યા વગર સરકારી કામગીરી ને સહકાર આપવા ભલામણ કરી હતી જ્યારે અવિસ્થાપિત લોકો એ પોતાને રહેવા માટે તેમજ ઘર નું સમાન મૂકવા માટે કોઈજ જગ્યા ન હોવાથી પ્રથમ વ્યક્લ્પિક વ્યવસ્થા ની માંગ કરી હતી . રિપોર્ટર:- મમતા નાઈ અંબાજી








Total Users : 143652
Views Today : 