Friday, April 4, 2025

સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત, યુવકનું કોન્સ્ટેબલમાંથી PSI બનવાનું સપનું અધરું રહ્યું !

સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત, યુવકનું કોન્સ્ટેબલમાંથી PSI બનવાનું સપનું અધરું રહ્યું !

 

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

હાલ રાજ્યના વિવિધ કેન્દ્રો પર ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી યોજાઈ રહી છે. આ પરીક્ષામાં ઉમેદવારો દોડ પાસ કરવા માટે ખુબ મહેનત કરી રહ્યા છે. ત્યારે સુરતમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. સુરતમાં પોલીસ ભરતીમાં દોડતા યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના વાવ ખાતે આજે સવારે એક કરુણ ઘટના સામે આવી છે. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. જાણકારી મુજબ વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય સંજયકુમાર રસીકભાઈ ગામીત PSIની ભરતી પરીક્ષામાં ઉપસ્થિત થયા હતા. આ દરમિયાન સવારે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ દરમિયાન સવારે 4:45 વાગ્યે તેઓ અચાનક બેભાન થઈને મેદાનમાં ઢળી પડ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores