ઇડર ખાતે પ્રજાસત્તાક દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયુ
સાબરકાંઠા જિલ્લામાં તા.૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી આર્ટસ & કોમર્સ કોલેઝ ઇડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવનાર છે.જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયું હતુ.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આ રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન કલેક્ટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા,જિલ્લા પોલીસવડાશ્રી વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા,વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ,શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 156288
Views Today : 