>
Saturday, May 17, 2025

સાબરકાંઠામાં લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા ગ્રામીણ મહિલાઓને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાનો ભગીરથ પ્રયાસ

સાબરકાંઠામાં લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા દ્વારા ગ્રામીણ મહિલાઓને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાનો ભગીરથ પ્રયાસ

 

સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશનના સંકલન લીડ બેન્ક બેન્ક ઓફ બરોડા સાથે જોડાઈને નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થાના પ્રયત્ન દ્વારા ગ્રામીણ સમુદાયમાં સખી મંડળની મહિલાઓ સાથે વર્તમાન સમયની માંગ અને જરૂરુયાતને ધ્યાનમાં રાખીને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા જેમાં એક હજાર જેટલી મહિલાઓને નાણાકીય અને ડિજિટલ સાક્ષર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

 

પ્રસ્તુત કાર્યક્રમ રિલાયન્સ ફાઉન્ડેશન પૃસ્કૃત પોગ્રામના ભાગરૂપે નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ દ્વારા ગ્રામીણ લેવલે સખી મંડળ સાથે જોડાયેલી મહિલાઓમાં નાણાકીય અને ડિજિટલ સાક્ષરતાની લોક ઝુંબેશ હાથ ધરવામાં ઉદ્દેશ્યથી 27 થી 30 જાન્યુઆરીના સમયગાળામાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું , જેમાં પોશીના ,ઇડર અને તલોદ તાલુકાના કાર્યક્ષેત્રના ગામોની મહિલાઓને સહભાગી કરવામાં આવી હતી, જેમાં લીડ બેંકના લીડ ડ્રિસ્ટિક મેનેજરશ્રી એસ.કે.ચૌધરી સાહેબ તથા ફાયનશિયલ લિટરેશી કાઉન્સેલરશ્રી રાજેશ સુથાર સાહેબ દ્વારા સહભાગી મહિલાઓને બેન્ક સાથેનો નાણાકીય વ્યવહાર, ડિજિટલ ફ્રોડ , સાયબર ફ્રોડની સાથે સાથે મુદ્રા લોન , સુરક્ષા યોજનાઓ જેવી કે પી.એમ.એસ.બી.વાય, પી.એમ.જે.જી.વાય, એ.પી.વાય તથા બેન્ક સાથેનો નાણાકીય વ્યવહારની સાથે સાથે મોબાઈલ એપમાં ફોન પે,ગુગલ પે, વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ઉપયોગમાં રાખવા જેવી કાળજીની સાથે બચત અને વીમા વિષયક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં અંગે શુ શુ કાળજી રાખવી તે અંગે ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી.

પ્રસ્તુત નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા કેમ્પમાં બેન્ક ઓફ બરોડા આર.સે.ટીના ડાયરેક્ટરશ્રી તુષારભાઈ દ્વારા બેન્ક ઓફ બરોડા સંસ્થાના પરિચય તથા વિવિધ રોજગાર લક્ષી તાલીમોની માહિતી સાથે સાથે તાલીમ આયોજનની પ્રક્રિયા, વય , ઉંમર ,સમયગાળો વિશે સરળભાષામા સમજ આપવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ઓન કેમ્પસ અને ઓફ કેમ્પસ તાલીમ અંગે માહિતી આપી રોજગારીની તકો માટે તાલીમનું મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

 

ઉપરોકત નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતામાં સાબરકાંઠા જિલ્લાની ઇડર, વડાલી ,ખેડબ્રહ્મા તલોદ અને પોશીના તાલુકાની એક હજાર જેટલી મહિલાઓને ડિજિટલ અને નાણાકીય સાક્ષર કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવનાર છે,

પ્રસ્તુત અવરનેશ કેમ્પ પોશીના તાલુકના લાબડીયા , ઇડર તાલુકાના દરામલી અને તલોદ તાલુકાના વાવ ગામે અવરનેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં આજુબાજુના ગામોની મોટી સંખ્યામાં મહિલાઓ સહભાગી થઈને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન મેળવવામાં સફળ થયા હતા

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores