યુનિક વિદ્યા ભવન નો સીતારો રિષભ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ઝળકયો…*
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
યુનિક વિદ્યા ભવન સોનગઢ ના અંગ્રેજી માધ્યમ ધો.8 માં અભ્યાસ કરતો રીષભ રાજકુમાર પ્રજાપતિ જિલ્લા કક્ષાએ અન્ડર 14 ની 200 મીટર દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજેતા બની સોનગઢ તાલુકા, શાળા અને પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું છે.
રિષભ રાજકુમાર પ્રજાપતિએ શાળાકીય રમતગમત ઉત્સવ માં પણ દોડમાં ઘણો રસ દાખવ્યો હતો અને વિજેતા પણ થયો હતો. ત્યારબાદ રિષભ તાલુકા કક્ષાએ વિજેતા થઈ જિલ્લા કક્ષાએ રમવા પહોંચ્યો હતો જ્યાં તેણે અંડર 14 કેટેગરીની 200 મીટરની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા ની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બદલ સમગ્ર યુનિક વિદ્યા ભવન શાળા પરિવારે રિષભ અને તેના કોચ ને અનેકો અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.
રિષભ ની આ સિદ્ધિ ને લઈ શાળા માં પણ આનંદનો વાતાવરણ છવાયો હતો.