જિલ્લા નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કિષ્ના વાઘેલાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સૌથી વધુ ફાળો આપનાર અને આર્થિક યોગદાન આપનાર વિવિધ કચેરીના વડાને ટ્રોફી આપી સન્માન કરાયું. 
સાબરકાંઠા જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક જિલ્લા નિવાસી અધિક કલેકટર સુશ્રી કિષ્ના વાઘેલાના અધ્યક્ષતામાં કલેકટર કચેરી પોળો હોલ ખાતે મળી હતી. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ ગત બેઠકની વિગતો રજૂ કરી હતી અને આજ રોજ મળેલ બેઠકના એજન્ડા રજૂ કર્યો હતો. આ પ્રસંગે સૈનિક વેલ્ફેર બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ તથા સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે આર્થિક યોગદાન આપનાર સંસ્થાના વડા, સ્કૂલના પ્રિન્સિપાલ તથા વિવિધ કચેરીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સારો ફાળો આપનારને ટ્રોફી આપી અધ્યક્ષ શ્રી અને અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વિભાગ, યુ.જી.વી.સી.એલ. અને જિલ્લા પ્રાથમિક વિભાગને સૌથી વધુ યોગદાન આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145737
Views Today : 